Call letters for police constable written exam announced : વર્ષ 2025 માં 12733 જગ્યાઓ પર જાહેર થયેલ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની લેખિત પરિક્ષા 14 જુન 2026 ના રોજ રાખેલ છે આ લેખીત પરીક્ષાના કોલલેટર 6 જુન 2026 ના રોજ નિકળશે જેના આધારે પરિક્ષા સ્થળ અંગેની માહિતી મેળવી શકાશે.આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી અહીં આપવામાં આવેલી છે.
પોસ્ટ અને કુલ જગ્યાઓની માહિતી
પગાર
- હથીયારી પોલીસ કોન્સ્ટેબલ અને બિન હથીયારી પોલીસનો બેઝીક પગાર 25900 ₹ છે પરંતુ આમાં અન્ય ભથ્થાઓ તથા રજા પગાર પગાર ઉમેરતા કોન્સ્ટેબલનો પગાર 35000 ₹ + થાય છે.
- વાત કરીએ SRPF ના પગારની તો રજા પગાર અને ભથ્થાઓ એડ કરતા 40,000 ₹ + થાય છે.
- અહીં મુકવામાં આવેલ પગાર 7 માં પગાર પંચ મુજબ છે.
👮પોલીસ કોન્સ્ટેબલમાં ભરવામાં આવેલ ફોર્મની સંખ્યા
- કુલ ફોર્મની સંખ્યા : 14,28,546
- રદ થયેલ ફોર્મ : 58,228
- ફી નથી ભરી તેવા ફોર્મ : 10,620
- ફાઈનલ કન્ફમ થયેલ કુલ ફોર્મ : 13,59,698
પોલીસ કોન્સ્ટેબલની શારિરીક કસોટી માટે જરૂરી યોગ્યતા
- 👮 પોલીસ કોન્સ્ટેબલ શારિરીક કસોટીમાં પાસ થયેલ ઉમેદવારોની યાદી
- પાસ થયેલ પુરુષ ઉમેદવારો : 1,73,112
- પાસ થયેલ મહિલા ઉમેદવારો : 89,405
- પાસ થયેલ એક્સ સર્વિસમેન ઉમેદવારો : 827
👮કોન્સ્ટેબલની શારીરિક કસોટી પાસ કરેલ કુલ ઉમેદવારોની સંખ્યા : 2,63,344
પોલીસ કોન્સ્ટેબલની લેખિત પરિક્ષાનો ન્યુ સિલેબસ
| આ સિલેબસની PDF મેળવવા માટે | અહીં ક્લિક કરો |
પોલીસ કોન્સ્ટેબલ અને PSI માં પસંદગીની પ્રક્રિયા
- શારિરીક કસોટી
- લેખિત પરિક્ષા
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન
- ફાઈનલ સિલેકસન
પોલીસ ભરતીમાં મળવાપાત્ર થતાં વધારાનાં માર્ક
• NCC સર્ટિફિકેટ 2 માર્ક
• જો રાજ્ય કક્ષાનું કે આંતરરાષ્ટ્રીય કક્ષાનું રમતગમતનું સર્ટિફિકેટ હોય તો લેખીત પરીક્ષામાં પાર્ટ 1 અને પાર્ટ 2 માં મેળવેલ માર્કના 5% માર્ક વધારાના મળવાં પાત્ર છે.
• વિધવા મહિલાઓને મેળવેલ માર્કના 5% માર્ક વધારાના મળવાં પાત્ર છે.
રક્ષા શક્તિ યુનિવર્સિટી કે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી કોસ કરેલો હોય તો મળવાપાત્ર વધારાના માર્ક
- 1 વર્ષનો કોર્ષ કરેલ હોય તો ૩ માર્ક
- 2 વર્ષનો કોર્ષ કરેલ હોય તો 5 માર્ક
- 3 વર્ષનો કોર્ષ કરેલ હોય તો 8 માર્ક
- 4 વર્ષ કે તેથી વધુ વર્ષનો કોર્ષ કરેલ હોય તો 10 માર્ક
આ દરેક સર્ટીફીકેટ ફોર્મ ભરવાનું ચાલું થયું તે પહેલાં ઇસ્યુ થયેલ હોવા જોઈએ.