Web
Analytics

GPSC Class 1 2, Account Officer and Other Posts Call Letter Notification 2022

GPSC Class 1 2, Account Officer and Other Posts Call Letter Notification 2022

GPSC Class 1 2, Account Officer and Other Posts Call Letter Notification 2022
GPSC Class 1 2, Account Officer and Other Posts Call Letter Notification 2022

Gujarat Public Service Commission (GPSC) has published GPSC Class 1 2, Account Officer and Other Posts Call Letter Notification 2022, Check below for more details.

Posts Name:

  • GPSC Class 1 2 Posts
  • Law Officer
  • Curator
  • Gujarat Engineering Service
  • Account Officer
  • Principal
  • Engineering Service (Civil)

Call Letter Notification: Click Here

Call Letter: Click Here

 

Sr. No.Name of PostsAdvt No.Exam DateCall letter Date
1ગુજરાત વહીવટી સેવા, વર્ગ-૧, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-૧ અને વર્ગ-૨ તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-૨- OMR20/2022-2308-01-2023 10:00 to 6:0027-12-2022
2કાયદા અધિકારી, વર્ગ-૨, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિ.- CBRT16/2022-2322-01-2023 11:00 to  02.0011-01-2023
3ક્યુરેટર, વર્ગ-૨-CBRT18/2022-2322-01-2023 11:00 to  02.0012-01-2023
4ગુજરાત ઇજનેરી સેવા, વર્ગ-૧/૨, મા.મ.વિ.-ન.જ.પા.પુ. અને ક. વિ- OMR19/2022-2322-01-2023 11:00 to  06.0011-01-2023
5હિસાબી અધિકારી, વર્ગ-૧- OMR21/2022-2305-02-2023 10:00 to  06.0024-01-2023
6આદર્શ નિવાસી શાળા આચાર્ય, વર્ગ-૨, કમિશ્નર આદિજાતી વિભાગ OMR23/2022-2305-02-2023 11:00 all 2:0021-01-2023
7ગુ.પા.પૂ. અને ગ.વ્ય. બોર્ડ (GWSSB) ઈજનેરી સેવા (સિવિલ), વર્ગ-૧ અને વર્ગ-૨ OMR24/2022-2305-02-2023 11:00 to  06.0025-01-2023

(૧) જાહેરાત ક્રમાંક ૧૯, ૨૦, ૨૧, ૨૩ અને ૨૪/૨૦૨૨-૨૩ OMR પધ્ધતિથી લેવાશે. તે સિવાય તમામ જાહેરાતો મહદંશે Computer Based Recruitment Test (CBRT) પધ્ધતિથી લેવામાં આવશે, CBRT બાબતે અદ્યતન જરૂરી સૂચનાઓ/માહિતી આયોગની વેબસાઈટ પર થી મેળવવાની રહેશે. CBRT પધ્ધતિથી લેવાતી પ્રાથમિક કસોટીઓ માટે ઉમેદવારોએ પરીક્ષાનાં દિવસે પરીક્ષા ખંડમાં પરીક્ષાનાં નિયત સમયથી એક કલાક પહેલા અચૂક હાજર થવાનું રહેશે.

(૨) ઉકત જાહેરાતોનાં તમામ ઉમેદવારોને આ કસોટીમાં કામચલાઉ ધોરણે ઉપસ્થિત થવા દેવાનો આયોગે નિર્ણય કરેલ છે. ઉપર્યુક્ત જાહેરાતોના સંબંધિત ઉમેદવારોએ કોલમ-૫ માં દર્શાવેલ તારીખે બપોરના ૧૩:૦૦ કલાકથી પરીક્ષાના દિવસે પરીક્ષા શરૂ થાય ત્યાં સુધીમાં પોતાના પ્રવેશપત્ર, હાજરીપત્ર તથા ઉમેદવારોની સુચનાઓ (પરિશિષ્ટ-૧ અને ૨) “Online” ડાઉનલોડ કરવાના રહેશે. તે સિવાય જા.ક્ર. ૧૯, ૨૦, ૨૧ અને ૨૪/૨૦૨૨-૨૩ની પરીક્ષાઓ માટે સંબંધિત ઉમેદવારોએ ફક્ત પ્રવેશપત્ર અને ઉમેદવારોની સુચનાઓ (પરિશિષ્ટ-૧ અને ૨) જ ડાઉનલોડ કરવાના રહે છે જે પરીક્ષા ખંડમાં સાથે રાખવાનું રહેશે અને પરીક્ષા પૂર્ણ થયેથી ઉમેદવારોએ પરત લઈ જવાનું રહેશે.

(૩) પ્રવેશપત્ર “Online” ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોએ નીચે મુજબ તબક્કાવાર/સ્ટેપવાઈઝ કાર્યવાહી કરવાની રહે છે. (૧) https://gpsc-ojas.gujarat.gov.in પર જવું. (૨)“Call Letter/Form” >> “Preliminary Call Letter / Maln Exam Call Letter / Form” પર “click” કરવું. (૩) અહીં ઉમેદવારે પોતાની “Job Select” કરવી તથા “Confirmation Number” અને “Birth Date” ટાઈપ કરવાના રહેશે. (૪) હવે “Print Call Letter” પર “click” કરી પ્રવેશપત્રની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે. હાજરી પત્રકમાં નોંધની અંદર પરિશિષ્ટ-૧ અને પરિશિષ્ટ-૨ પર “Click” કરવાથી ઉમેદવારની સુચનાઓ પરિશિષ્ટ-૧ અને પરિશિષ્ટ-૨ ની પ્રિન્ટ નીકળશે. આ તમામ દસ્તાવેજોની પ્રિન્ટ અચુક કાઢવામાં આવે તેની નોંધ લેવી. પ્રવેશપત્ર અને હાજરીપત્રક અલગ અલગ કાગળ પર પ્રિન્ટ કરવાના રહેશે. પરીક્ષા સમયે બંને સાથે લાવવાના રહેશે. ફોટાવાળું હાજરીપત્રક પરીક્ષા ખંડમાં પરત સોંપવાનું રહેશે. જે ઉમેદવારોના ફોટા હાજરી પત્રકમાં સ્પષ્ટ જોઈ શકાય તેવા આવેલા ન હોય તેવા ઉમેદવારોએ પોતાનો પાસપોર્ટ સાઈઝનો તાજેતરનો ફોટો પરીક્ષા કેન્દ્ર પર લાવવાનો રહેશે. આ ફોટો ઉમેદવારનો પોતાનો છે તેની સ્પષ્ટતા માટે ફોટાવાળું ઓળખપત્ર સાથે રાખવું આવશ્યક છે.

ખાસ નોંધ:-પોસ્ટ-ઓફિસમાં/ઓનલાઇન અરજી ફી ભરેલ નથી તેવા બિનઅનામત કક્ષાના ઉમેદવારો પ્રવેશપત્ર ડાઉનલોડ કરી શકશે નહીં. આ ઉમેદવારોએ પ્રથમ આયોગની કચેરી (સરનામું: એરફોર્સ કચેરીની સામે, છ-૩ સર્કલ પાસે, ‘છ’ રોડ, સેક્ટર-૧૦-એ, ગાંધીનગર) ખાતે પરીક્ષાના આગલા કામ કાજના દિવસ સુધીમાં કચેરી સમય દરમ્યાન રૂબરૂમાં આવી પ્રોસેસ ચાર્જ રૂ.૫૦૦/- રોકડેથી ભરવાના રહેશે અથવા https://gpsc-ojas.gujarat.gov.in માં ->FEES MODULE માં->PROCESSING FEE TO UNBLOCK CALL LETTER માં જઈને, જાહેરાતની પસંદગી કરીને, કર્મેશન નંબર અને જન્મ તારીખ નાખીને ઓનલાઈન પ્રોસેસ ચાર્જ રૂ. ૫૦૦ ભરવાના રહેશે. જો કોઈ કારણસર આ પધ્ધતિ થી આપના રૂપિયા ચૂકવ્યા પછી પણ પ્રવેશપત્ર ન નીકળે તો આપે આજ મોડયુલમાં વિગતો ભરીને “CHECK YOUR PAYMNET STATUS” પર ક્લિક કરીને સ્થિતી જાણી લેવી. ત્યારબાદ જ પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાની પરવાનગી આપી શકાશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી. જે ઉમેદવારોના અરજીપત્રક કન્ફર્મ થયેલ હોય અને સમય મર્યાદામાં અરજી ફી ભરેલ હોય, છતાં પ્રવેશપત્ર ડાઉનલોડ થતો ન હોય અથવા વેબસાઇટ પર “Application Not Found” નો મેસેજ આવતો હોય તેવા ઉમેદવારોને પરીક્ષાના આગલા કામકાજના દિવસ સુધીમાં આયોગની કચેરી ખાતે કચેરી સમય દરમ્યાન અરજી કર્યાના પુરાવા સહિત રૂબરૂ સંપર્ક સાધવા જણાવવામાં આવે છે અથવા ps2sec-gpsc-ahd@gujarat.gov.in પર નાણા ભર્યાની પહોંચ સાથે જાહેરાત ક્ર્મ, કન્ફર્મેશન નંબર અને અરજી નંબરની વિગત મોકલવી.

 

Stay connected with www.gujaratbharti.in for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

 

Was this helpful?

0 / 0

Leave a Reply 0

Your email address will not be published. Required fields are marked *


Solverwp- WordPress Theme and Plugin