Bank of Baroda bharti 2025 : બેંક ઓફ બરોડા (BOB) દ્વારા 10 નવેમ્બર 2025 ના રોજ એપ્રેન્ટિસની નવી 2700 જગ્યાઓ માટે ભરતી જાહેર કરેલ છે. આ બેંક ઓફ બરોડા ભરતીમાં 11 નવેમ્બર 2025 થી ઓનલાઇન ફોર્મ ભરવાનું ચાલું થઈ ગયું છે તથા આ ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 1 ડિસેમ્બર 2025 છે.
આ Bank of Baroda bharti 2025 સંબંધિત અહીં સંપુર્ણ વિગતવાર માહિતી આપેલ છે જેવી કે પોસ્ટ, કુલ જગ્યાઓ, ઉંમર મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પગાર, પસંદગી પ્રક્રિયા, ફોર્મ ભરવાની પધ્ધતિ, ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ, ફોર્મ ભરવાની લીંક તથા ભરતીનું ઓફિશીયલ નોટીફિકેશન પણ આપેલ છે , આ ભરતીની સંપૂર્ણ માહિતી વાંચી ફોર્મ ભરવા ઈચ્છતા હોય તો વહેલી તકે ફોર્મ ભરી દેજો.
Bank of Baroda bharti 2025 હાઈલાઈટસ
| ભરતી કરનાર સંસ્થા | બેંક ઓફ બરોડા |
| પોસ્ટ | એપ્રેન્ટીસ |
| કુલ જગ્યાઓ | 2700 |
| શૈક્ષણિક લાયકાત | ગ્રેજ્યુએટ |
| ફોર્મ ભરવાનું માધ્યમ | ઓનલાઈન |
| ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 1 ડિસેમ્બર 2025 |
| ઓફિસિયલ વેબસાઈટ | https://bankofbaroda.bank.in |
Bank of Baroda bharti 2025 પોસ્ટ અને કુલ જગ્યાઓ
- પોસ્ટ : એપ્રેન્ટીસ
- કુલ જગ્યાઓ : 2700
કેટેગરી મુજ્બ જગ્યાઓની ફાળવણી :
| કેટેગરી | જગ્યાઓ |
| જનરલ | 941 |
| OBC | 811 |
| EWS | 258 |
| SC | 412 |
| ST | 278 |
| કુલ જગ્યાઓ | 2700 |
- કુલ જગ્યાઓ 2700 છે પરંતુ સ્પેશિયલ ગુજરાતની વાત કરીએ તો તેમાં કુલ 400 જગ્યાઓ છે.
Bank of Baroda bharti 2025 શૈક્ષણિક લાયકાત
કોઈપણ યુનિવર્સિટીમાંથી માંથી ગ્રેજ્યુએટ હોવા જોઈએ એટલે કે કોલેજ પાસ કરેલ હોવા જોઈએ.
Bank of Baroda bharti 2025 ઉંમર મર્યાદા
- ઓછામાં ઓછી ઉંમર 20 વર્ષ હોવી જોઈએ તથા 28 વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ.
અનામત કેટેગરીના ઉમેદવારોને ઉંમરમાં છુટછાટ મળવાપાત્ર છે જેની માહિતી નિચે મુજબ છે.
- OBC 3 વર્ષ
- SC 5 વર્ષ
- ST 5 વર્ષ
ખરેખર કેટેગરી મુજ્બ ઉંમર કેટલી હોવી જોઈએ :
- જનરલ : ઓછાંમા ઓછી 20 વર્ષ તથા વધુમાં વધુ 28 વર્ષ
- EWS : ઓછાંમા ઓછી 20 વર્ષ તથા વધુમાં વધુ 28 વર્ષ
- OBC : ઓછાંમા ઓછી 20 વર્ષ તથા વધુમાં વધુ 31 વર્ષ
- SC : ઓછાંમા ઓછી 20 વર્ષ તથા વધુમાં વધુ 33 વર્ષ
- ST : ઓછાંમા ઓછી 20 વર્ષ તથા વધુમાં વધુ 33 વર્ષ
Bank of Baroda એપ્રેન્ટીસ પગાર
- બેંક ઓફ બરોડા ભરતી 2025 એપ્રેન્ટિસમાં સ્ટાઈપેડ તરીકે દર મહિને 15000 રૂપિયા આપવામાં આવે છે.
Bank of Baroda bharti 2025 પસંદગીની પ્રક્રિયા
બેંક ઓફ બરોડા એપ્રેન્ટિસ 2025 માટે પસંદગી પ્રક્રિયા નીચેના તબક્કામાં પૂર્ણ થશે.
- ઓનલાઈન લેખિત પરીક્ષા
- દસ્તાવેજ ચકાસણી
- ભાષા કૌશલ્ય કસોટી
- તબીબી તપાસ.
- અંતિમ મેરિટ યાદી.
Bank of Baroda bharti 2025 ફોર્મ ફ્રી ( ચલણ )
- જનરલ , OBC , EWS : 800 ₹
- વિકલાંગ : 400 ₹
- SC, ST કોઇ ફ્રી નહીં
આ ચલણ તમે ઓનલાઇન ગુગલ પે, ફોન પે , પેટીએમ , UPI કોઈ પણ રિતે ભરી શકો છો.
Bank of Baroda bharti 2025 માં ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- લિવિંગ સર્ટિફિકેટ
- ગ્રેજ્યુએટની માર્કશીટ
- મોબાઇલ નંબર
- ઇમેઇલ આઈડી
Bank of Baroda bharti 2025 માં ફોર્મ કેવી રીતે ભરવું?
બેંક ઓફ બરોડા દ્વારા જાહેર કરેલ એપ્રેન્ટીસ ભરતીમાં ફોર્મ ભરવાનું 11 નવેમ્બર 2025 થી ચાલું થયેલ છે,આ એપ્રેન્ટીસ ભરતીમાં ફોર્મ ભરવા માટે નિચેના પગલાં અનુસરો.
- સૌપ્રથમ બેંક ઓફ બરોડા દ્વારા એપ્રેન્ટિસ ભરતીનું ઓફિશીયલ નોટીફિકેશન જાહેર કરેલ છે PDF ફોર્મેટ માં તે ચકાસો.
- ત્યારબાદ એપ્રેન્ટિસમાં ફોર્મ ભરવાની લીંક અહીં નિચે આપેલ છે તેના પર ક્લિક કરો.
- ત્યારબાદ રજીસ્ટ્રેશન કરી લો ત્યારબાદ એપ્રેન્ટિસમાં ફોર્મ ભરો જેમાં તમારી પર્સનલ માહિતી અને શૈક્ષણિક લાયકાતની માહિતી ભરવાની થશે આ સાથે પાસપોર્ટ સાઈઝનો ફોટો, સહીનો ફોટો અપલોડ કરવાનો થશે.
- ફોર્મ સંપૂર્ણ ભરાઈ ગયા બાદ તમારે ઓનલાઈન ચલણ ભરવાનું રહેશે ત્યારબાદ છેલ્લે અરજી ફોર્મ પ્રિન્ટ કરી લેવાની રહેશે.
અગત્યની તારીખ
| ભરતી જાહેર થઈ | 10 નવેમ્બર 2025 |
| ફોર્મ ભરવાનું ચાલું થયું | 11 નવેમ્બર 2025 |
| ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 1 ડિસેમ્બર 2025 |
| ચલણ ભરવાની છેલ્લી તારીખ | 1 ડિસેમ્બર 2025 |
અગત્યની લીંક
| ઓફિશીયલ નોટીફિકેશન જોવા માટે | અહીં ક્લિક કરો |
| ઓનલાઈન ફોર્મ ભરવા માટે | અહીં ક્લિક કરો |
| હાલ ચાલી રહેલ અન્ય ભરતીઓ જોવા માટે | અહીં ક્લિક કરો |
| હોમ પેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
જો તમે gujaratbharti.in વેબસાઈટ પર મુકવામાં આવતી માહિતીથી સંતુષ્ટ હોય તો જરૂર વોટ્સએપ અને ટેલીગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ જેથી નવી આવનાર દરેક ભરતીની માહિતી તમને મળતી રહે.
વોટ્સએપ ચેનલમાં જોડાવવા માટે અહીં ક્લિક કરો ટેલીગ્રામ ચેનલમાં જોડાવવા માટે અહીં ક્લિક કરો
Bank of Baroda bharti 2025 FAQ
બેંક ઓફ બરોડા એપ્રેન્ટિસ ભરતીમાં ફોર્મ કઈ વેબસાઈટ પર ભરવાનું રહેશે ?
https://bankofbaroda.bank.in
બેંક ઓફ બરોડા એપ્રેન્ટિસ ભરતીમાં ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ ?
- આધાર કાર્ડ
- લિવિંગ સર્ટિફિકેટ
- ગ્રેજ્યુએટની માર્કશીટ
- મોબાઇલ નંબર
- ઇમેઇલ આઈડી
- પાસપોર્ટ સાઈઝનો ફોટો
- સહીનો ફોટો



Jay
Hi Shar